Gujarati | Hindi | English

કીર્તિમંદિર વિષે


કીર્તિમંદિર સંચાલન સમિતિ મહાત્મા ગાંધીજીની પવિત્ર ભૂમિ પર આપનું સ્વાગત કરે છે. આ પવિત્ર સ્થળ બે વિભાગમાં વહેંચાયેલું છે. વિભાગ એક કે જેમાં મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો તે અને બીજો વિભાગ જે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા બનાવવામાં આવેલ છે તે.


જન્મસ્થળ


મહાત્મા ગાંધીજીના પરદાદા શ્રી હરજીવન રહીદાસ ગાંધીએ આ મકાન ૧૭૭૭ માં માણબાઇ ગંગાજી મહેતા પાસેથી ખરીદ્યુ હતું. પછીથી તેમાં શ્રી ઉત્તમચંદ ગાંધી, જે ‘ઓતા ગાંધી’ જે નામે ઓળખાતા તેમના દ્વારા તેમાં ત્રીજો માળ ઉમેરાયો. મહાત્મા ગાંધીજીના પિતા શ્રી કરમચંદ ગાંધી પોરબંદર રાજના દિવાન હતા. મહાત્મા ગાંધીજીના માતાનું નામ શ્રીમતી પુતળીબાઇ, જેમની આધ્યાત્મિકતાએ મહાત્મા ગાંધીજીના વ્યક્તિત્વ ઘડતરમાં મોટો ભાગ ભજવ્યો છે. મહાત્મા ગાંધીજીનો જન્મ રજી, ઓકટોબર-૧૮૬૯; ભાદરવા વદ બારસ વિ.સં.૧૯૨૫ના રોજ જન્મસ્થળ તરીકે ઓળખાતા મકાનમાં જયાં સ્વસ્તિકની નિશાની છે તે ઓરડામાં થયો હતો. મહાત્મા ગાંધીજીના જન્મસ્થળે વરસાદના પાણીનો સંગ્રહ કરવાનો રપ૦-૩૦૦ વર્ષ જૂનો ટાંકો છે. આ પાણીનો ટાંકો લગભગ દસ હાથ ઉંડો, ૧પ હાથ લાંબો અને ૬ હાથ પહોળો છે. એની માથે ઓસરી બાંધેલી છે અને મહાત્મા ગાંધીજીનું ઘર આ પાણીના ટાંકા પર બનેલું છે. અહીં મહાત્મા ગાંધીજીના માતા-પિતાનું તૈલચિત્ર છે, એની વિશેષતા એ છે કે એ ૩-ડી પેઇન્ટીંગ છે. સાત વર્ષની ઉમરે મહાત્મા ગાંધીજી રાજકોટ અભ્યાસ માટે ગયા. આ જ ઘરમાં તેર વર્ષની ઉમરે મહાત્મા ગાંધીજીના કસ્તૂરબા સાથે લગ્ન થયા. આ સ્થળની જાળવણી આર્કીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયા દ્વારા કરવામાં આવે છે.


મહાત્મા ગાંધી કીર્તિમંદિર


મહાત્મા ગાંધીજીને આગાખાન પેલેસમાં ૧૯૪૪-૪પમાં નજરકેદમાંથી છોડયા પછી રાજરત્ન શેઠ શ્રી નાનજી કાલિદાસ મહેતાએ પૂ. બાપુને થોડો સમય પંચગીની રોકાવા આગ્રહ કર્યો. આ નિવાસ દરમિયાન નાનજી શેઠે પૂ. બાપુ સમક્ષ પોરબંદરની પ્રજાની અને પોતાની પૈતૃક ઘર પાસે સુંદર સ્મારક બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી. મહાત્મા ગાંધીજીએ પોતાનું ઘર શેઠશ્રી નાનજી કાલિદાસ મહેતાને વેચવાની સંમતિ આપી, અને પોતાનો પાવર ઓફ એટર્ની શ્રી માણેકલાલ અમૃતલાલ ગાંધીને આપ્યો. આ જન્મસ્થળ મેળવ્યા પછી શ્રી નાનજીભાઇએ ત્યાં અદભૂત સ્મારક બનાવડાવ્યું અને તેને આપણે કીર્તિમંદિર તરીકે ઓળખીએ છીએ. જે તે સમયે તેનો ખર્ચ પાંચ લાખ રૂપિયા થયો હતો.


કીર્તિમંદિર સ્થાપત્યની વિશેષતા


કીર્તિમંદિરનો વિસ્તાર લગભગ ૭પ૦ ચોરસ મીટર છે. અહીં સુંદર કલાકૃતિ અને કોતરકામ છે. મુખ્ય શિખરની ઉંચાઇ ૭૯ ફુટની છે જે મહાત્મા ગાંધીજીનું આયુષ્ય ૭૯ વર્ષનું સૂચવે છે. (૧૮૬૯ થી ૧૯૪૮) ત્યાં શિખર પર ૭૯ પ્રકાશિત દિપકોના પ્રતિકો છે, જે મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા સૂચવે છે, જે ગુલામી, વહેમ, ગરીબી, અજ્ઞાનતા અને દમન વિરૂદ્ધ તેમના આજીવન સંઘર્ષના પ્રતિક છે. મહાત્મા ગાંધીજી સર્વધર્મ સમાનતામાં માનતા હતા. અહીં છ મુખ્ય ધર્મો; હિંદુ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી, ઇસ્લામ અને પારસી ધર્મોના પ્રતિકો કંડારેલા છે, જેમ કે મુખ્ય દ્વાર પર બૌદ્ધ ધર્મનો પેગોડા, પારસીઓનો પવિત્ર અગ્નિ, હિંદુઓનો સ્વસ્તિક, બારીની જાળી પર ઇસ્લામ ધર્મનું પ્રતિક કંડારેલ છે. ચરખો સ્વદેશીના પ્રતિક સમો નિખરી ઉઠે છે. કીર્તિમંદિરમાં સદગુણોના પ્રતિક એવા આરસના ર૬ થાંભલાઓ છે, જે દરેકની ઉંચાઇ ૧ર ફુટ છે અને મહાત્મા ગાંધીજીએ જે ગુણોને જીવનભર આત્મસાત કર્યા, તેના પ્રતિક છે. આ ગુણો છે : સત્ય, અહિંસા, નિઃસ્વાર્થસેવા, કેળવણી, સ્વયં શિસ્ત અને સર્વધર્મ સમભાવ વગેરે.


સરદારશ્રી વલભભાઇ પટેલ દ્વારા કીર્તિમંદિરનું લોકાર્પણ


મહાત્મા ગાંધીજીનું આ ભવ્ય સ્મારક દેશને તા.ર૭-૦પ-૧૯પ૦ ના રોજ સરદારશ્રી વલ્લભભાઇ પટેલના હસ્તે અર્પણ કરવામાં આવ્યું. પ્રતિ વર્ષ અહીં મહાત્મા ગાંધી જયંતિ અને શહીદ દિન નિમિત્તે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન થાય છે. ગુજરાત સરકાર દ્વારા રચાયેલી ‘‘કીર્તિમંદિર સંચાલન સમિતિ’’ આ સ્મારકની જાળવણી અને સંચાલન કરે છે. અહીં એક ‘મહામા ગાંધી હાટ’ છે, જયાં 'ગાંધી સાહિત્ય' અને અન્ય વસ્તુઓનું વેચાણ થાય છે. દેશ-વિદેશના અસંખ્ય ભાઇ-બહેનો આ પાવન સ્થળની મુલાકાત લઇ ધન્યતા અનુભવે છે અને સત્ય-અહિંસા જેવા ગુણોનું ભાથું લઇને જાય છે.





Gujarati | Hindi | English

कीर्तिमंदिर के बारे मे ...


कीर्ति मंदिर व्यवस्था समिति महात्मा गांधी की पवित्र भूमि पर आपका स्वागत करती है । यह पवित्र स्थान दो भागों में विभाजित हैं – एक, जिसमें महात्मा गांधीजी का जन्म हुआ था, जबकि दूसरा महात्मा गांधीजी को श्रद्धांजलि देने के लिए बनाया गया है ।


जन्म स्थल :


महात्मा गांधीजी के पितामह श्री हरजीवन रहीदास ने यह घर (मकान) १७७७ मैं श्रीमति मानबाई गंगाजी मेहता से खरीदा था । बाद मैं उसमें श्री उत्तम गांधी (ओत्ता गांधी) के द्वारा विस्तार कीया गया और तीसरे मंजिलाना कमरों का समावेश कीया गया । महामा गांधीजी के पिता श्री करमचंद गांधी पोरबंदर राज्य के दीवान थे । महात्मा गांधीजी की माता का नाम पुतलीबाइ था । माताके आध्यात्मिक चारित्र्य का महामा त्गांधीजी के व्यक्तित्व के घडतर में बडा योगदान है। गांधीजीका जन्म दो अकटूबर १८६९ भाद्रपदके कृष्णपक्ष को द्वादशी को वि.स.१९२५ मॆं हुआ था । पू. बापुका जन्म जहां स्वस्तिक का निशान (प्रतिक) है, उस कमरेमें हुआ था । यहां बारीशके पानीका संग्रह करनेकी करीब ढाइसो-तीनसौ साल पुरानी टंकी बनी हुइ है । जो करीबन दस फीट गहरी, पंद्रह फीट लम्बी और छः फीट चौडी है । महात्मा गांधीजीका घर इस पानी की टंकीके उपर बना हुआ है । यहां महात्मा गांधीजीके माता – पिताके तैलचित्र है । उनकी विशेषता यह है कि वह थ्री – डी चित्र है । सात सालकी उम्रमें महात्मा गांधीजी राजकोट अध्ययनके लिए गये । इसी घरमें तेरह सालकी उम्र में, महात्मा गांधीजीका कस्तूरबाके साथ विवाह हुआ । आर्कीयोलोजीकल सर्वे ओफ इन्डिया के द्वारा इस स्थलका रखरखाव कीया जा रहा है ।


महात्मा गांधीजी का कीर्तिमंदिर :

महात्मा गांधीजीकी आगाखान महलसे १९४४ – ४५ में नजरकैद से मुक्ति के बाद राजरत्न शेठश्री नानजी कालिदास मेहताने पू. बापू को थोडे समयके लिये पंचगीनी रहनेकी विनति की । इस दौरान नानजी शेठ और पोरबंदर के महामहिम महाराणा ने बापू के समक्ष पोरबंदरकी जनताकी औरसे अपने पुराने घरके पास सुंदर स्मारक बनानेकी इच्छा व्यकत की । महात्मा गांधीजीने अपना घर शेठ श्री नानजी कालिदास मेहताको बेचनेकी सहमति जताई और अपना पावर ओफ एटर्नी श्री माणेकलाल अमृतलाल गांधीको दीया । इसके बाद श्री नानजीभाईने दो साल में यहां अद्भूत स्मारक बनवाया । उन्हे कीर्तिमंदिरके रूपमें जाना जाता हैं । उस समय इस निर्माण कार्यका खर्च पांच लाख रूपये हुआ था ।


कीर्तिमंदिर के स्थापत्य की विशेषता

कीर्तिमंदिरका विस्तार ७५० चोरस मीटर का है । तदुपरांत यहां सुंदर कलाकृति और शिल्पकाम है । मुख्य स्तंभ (शिखर) की उंचाई ७९ फीट की है, जो गांधीजी की ७९ वर्ष (१८६९ से १९४८) की आयु सूचित करता है । यहां शिखर पर ७९ प्रज्जवलित दिपकों के प्रतिक है । वह महात्मा गांधीजीकी अविरत संघर्षयात्राका दर्शन है । जो गुलामी, अंधश्रद्धा, गरीबी, अज्ञानता और दमन के खिलाफ उनके आजीवन संघर्ष के प्रतिक है । महात्मा गांधीजी सर्वधर्म समभावनामें विश्वास रखते थे । यहां छः प्रमुखधर्मों बौद्ध, जैन, हिन्दु, ख्रिस्ती, पारसी और इस्लाम के प्रतिकों का शिल्पकार्य है । जैसा कि प्रमुख द्वार पर पैगोडाका शिल्पकार्य है । पारसीओं का पवित्र अग्निका प्रतिक और हिन्दुओंका स्वस्तिक भी द्रश्यमान है । खिडकी की जालीमें इस्लाम धर्मका प्रतिक दिखाई देता है । चरखा स्वदेशी का प्रतिक है । कीर्तिमंदिरमें सद्गुणों के प्रतिक जैसे आरसके २६ स्तंभ है । प्रत्येक स्थंभ की उंचाई १२ फीट है और महात्मा गांधीजीने जिन गुणों को जीवनभर बनाये रखा, संवर्धन किया उन गुणोंके यह प्रतिक है । यह गुण है – सत्य, अहिंसा, नि:स्वार्थ सेवा, शिक्षा, शिस्त, सर्वधर्म समभाव इत्यादि ।


सरदारश्री वलभभाई पटेल के द्वारा कीर्तिमंदिर का लोकार्पण

महात्मा गांधीजीका यह भव्य स्मारक २७-०५-१९५० के दिन श्री वल्लभभाई पटेलके करकमलोंसे राष्ट्र को अर्पण किया गया । हर साल यहां गांधी जयंति और शहीद दिन पर सर्वधर्म प्रार्थनाका आयोजन कीया जाता है । कीर्तिमंदिर समिति स्मारक का देखभाल, संवर्धन और संचालन करती है । यहां पर गांधी हाट है जहां गांधी साहित्य और अन्य गांधी- स्मृति चिह्नोंसे मंडित उपहारों की बिक्री होती है । देश-परदेश के असंख्य भाइ-बहन इस स्मारक का दर्शन करके धन्यता का अनुभव करते है और सत्य-अहिंसाका जिवन-पाथेय प्राप्त करते है ।





Gujarati | Hindi | English

About the Kirtimandir


Kirti Mandir Management Committee warmly welcomes you on this holy land of Mahatma Gandhi. This sacred place is segmented into two parts, one is where Mahatma Gandhiji was born and the other is ‘Kirti Mandir’ which is built in order to pay homage to the revered ‘Bapu’.

Birthplace

The great grandfather of Mahatma Gandhiji Shri Harjeevan Rahidas Gandhi had purchased this building in 1777 from Manabai Gangaji Mehta and it was later expanded up to third floor by the grandfather of Mahatma Gandhiji Shri Uttamchand Gandhi locally known as Shri Otta Gandhi. Mahatma Gandhiji’s father Shri Karamchand Gandhi was serving as Diwan in the Royal Court of Porbandar state. His mother was Putlibai, who was spiritual master and left lasting impression over the mind and heart of Mahatma Gandhiji. Mahatma Gandhiji was born on 2nd October 1869; Bhaadrapad krsnapaksh ashtami of Vikram samvat 1925, in the room highlighted with ‘swastik’ in the birthplace of Mahatma Gandhiji. The house is equipped with an underground water storage system built about 250-300 years ago. This water tank is about 10 feet deep, 15 feet long and 6 feet wide. The three storied house of Mahtma Gandhiji stands on the top of the water tank. There are 3-D portraits of the parents of Gandhiji. Mahatma Gandhiji went Rajkot for education at the age of seven. Mahatma Gandhiji was wedded in the same house to Kasturba at the age of thirteen. Archeological Survey of India maintains the birth place of Mahatma Gandhi.


Kirti Mandir

Upon the release of Mahatma Gandhiji from the house - arrest at Aga Khan Palace in 1944-45, Rajratna Sheth Shree Nanjibhai Kalidas Mehta urged him to stay for some time at Panchgini. During which Nanjibhai and his Highness of Porbandar Maharaja Natavarsinhji expressed the desire of people of Porbandar to construct a memorial at the birth place of Honourable Bapu. Mahatma Gandhiji gave consent to sell his house to Shree Nanjibhai Mehta and gave his power of attorney to Shree Maneklal Amrutlal Gandhi. After obtaining the birthplace of Bapu, Shree Nanjibhai constructed this wonderful monument the cost of Five Lakh rupees within two years and named it as Kirtimandir.


Architectural beauty of Kirti Mandir

The area of Kirtimandir is about 750 sq.m and it is decorated with wonderful art and carvings. Its height is 79 ft which represents 79 years life span of Mahatma Gandhiji (2.10.1869 to 30.1.1948). The 79 symbols of lamps are set on the top of the peak reflecting the lifelong endeavor of Mahatma Gandhiji to eradicate slavery, superstitions, poverty, ignorance, exploitation etc. Mahatma Gandhiji believed in the equality of all religion and this is highlighted through symbols of six major religions - Buddhism, Jainism, Hinduism, Christianity, Islam and Jorostranism in the design of Kirti Mandir. For example, ‘Pagodha’ of Buddhism is designed on the top of the main gate, fire is the symbol of Jorostranism, the structural design of Church is visible where the portrait of oil painting of Mahatma Gandhiji is placed, the symbol of Islam is seen in the design of window grills and the dome and swastika is the symbol of the Hindu religion. The symbol of Spinning wheel symbolizes swadeshi ideology. There are 26 columns of marble each 12 ft high inside the Kirti Mandir expressing virtues practiced by Mahatma Gandhiji during his life time ; namely truth, non violence, selfless service, learning, discipline, equality towards all religion etc.


Dedication of Kirti Mandir by Honarable Sardar Vallabhbhai Patel to the Nation.

Kirti Mandir was dedicated to the Nation on 27.5.1950 by Shri Sardar Vallabhbhai Patel. ‘Sarva dharma’ prayer is performed every year on the birth ceremony and death anniversary of Mahatma Gandhiji. The kirti Mandir Management Committee constituted by the Govt. Of Gujarat maintains and takes care of this monument. The `Gandhi Haat’ is a souvenir shop for the sale of literature and other gift articles on Gandhian thoughts and values. Hundreds of people across Nation and the world visit this auspicious birth place of Mahatma Gandhi and take away the life-time message of Truth and Non-violence.